માળીયાહાટીનામાં મેદસ્વતા મુક્તિ કેમ્પ - ૩ની તા.૨૦મી જાન્યુઆરીથી કેમ્પ શરૂ થશે
જૂનાગઢ 16 જાન્યુઆરી (હિ.સ.) સ્વસ્થ ગુજરાતય- મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત માળીયા હાટીનામાં બસ સ્ટેશન રોડ પરની ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તા.૨૦મી જાન્યુઆરીથી કેમ્પ- ૩ની શરૂઆત થશે, એક માસ સુધી ચાલનારો આ કેમ્પ લોકોને મેદસ્વિતાથી મુક્તિ મેળવવા અને આરોગ્
માળીયાહાટીનામાં મેદસ્વતા મુક્તિ કેમ્પ - ૩ની તા.૨૦મી જાન્યુઆરીથી કેમ્પ શરૂ થશે


જૂનાગઢ 16 જાન્યુઆરી (હિ.સ.) સ્વસ્થ ગુજરાતય- મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત માળીયા હાટીનામાં બસ સ્ટેશન રોડ પરની ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તા.૨૦મી જાન્યુઆરીથી કેમ્પ- ૩ની શરૂઆત થશે, એક માસ સુધી ચાલનારો આ કેમ્પ લોકોને મેદસ્વિતાથી મુક્તિ મેળવવા અને આરોગ્યપ્રદ જીવનશૈલી કેળવવા માટે કારગર બની રહેશે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શરૂ થયેલા આ કેમ્પના માધ્યમથી લોકોને વજન ઘટાડવા માટે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે, ઉપરાંત આ માટે યોગ દ્વારા મેદસ્વિતા ઘટાડવા અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવશે.

માળીયા હાટીના ખાતેના આ કેમ્પનો સમય સવારે ૬.૩૦ થી ૮ કલાકનો રહેશે, આ કેમ્પ વિશે વધુ જાણકારી માટે મોબાઈલ નં. ૯૯૦૪૨૭૫૪૪૫ અને ૭૦૧૬૦૨૭૮૦૦ સંપર્ક કરવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે, મેદસ્વિતા એ માત્ર શરીરની ચરબી વધવાની સમસ્યા નથી, પરંતુ તે હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ઘૂંટણ દર્દ, કમર દર્દ, કેન્સર અને અન્ય ગંભીર રોગોનું મુખ્ય કારણ બની શકે છે. આધુનિક જીવનશૈલી, અસંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવના કારણે લોકોમાં મેદસ્વિતાનુ પ્રમાણ વધ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande