પાટણમાં ઉત્તરાયણે પક્ષી સેવા કેમ્પ, 60થી વધુ પક્ષીઓનો બચાવ
પાટણ, 16 જાન્યુઆરી (હિ.સ.)ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાટણ શહેરના આનંદ સરોવર નજીક હોમ શિવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પતંગની દોરીથી ઘાયલ થયેલા તથા થાંભલા પર ફસાયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી
Patan Uttarayan Bird Service Camp


પાટણ, 16 જાન્યુઆરી (હિ.સ.)ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાટણ શહેરના આનંદ સરોવર નજીક હોમ શિવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પતંગની દોરીથી ઘાયલ થયેલા તથા થાંભલા પર ફસાયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.

ટ્રસ્ટના આયોજક યોગી વિરુભાઈએ દવા અને ઓપરેશન સહિતની તમામ વ્યવસ્થાઓ ઊભી કરી હતી. દિવસ-રાત ચાલેલા આ કેમ્પમાં યુવાનોની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કરીને મૂંગા પક્ષીઓની સેવા કરી હતી.

કેમ્પ દરમિયાન 60થી વધુ પક્ષીઓને દોરીમાંથી મુક્ત કરી સારવાર આપવામાં આવી હતી. તેમાં કબૂતર, સમડી, પોપટ, હોલી, વિદેશી બગલો અને ચકલીનો સમાવેશ થાય છે.

સારવાર બાદ તમામ પક્ષીઓને સુરક્ષિત રીતે તેમના કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા. આ સેવાકાર્યમાં અનેક સ્વયંસેવકોએ સક્રિય યોગદાન આપ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande