પોરબંદર એસ.ઓ.જી.એ સાડા ત્રણ કિલો ગાંજા સાથે બે શખ્સો ને ઝડપી પાડ્યા
પોરબંદર, 16 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદર એસઓજીને બે ઈસમો મોડી રાત્રે બાઈક પર રાણાવાવ હાઇવે પરથી ગાંજો લઈ નીકળવાના છે તેવી બાતમી મળી હતી જેથી એસઓજી સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. બાઈક ત્યાંથી પસાર થતા પોલીસે રોકી ચેકીંગ હાથ ધરતા 3 કિલો 240 ગ્રામ ગા
પોરબંદર એસ.ઓ.જી.એ સાડા ત્રણ કિલો ગાંજા સાથે બે શખ્સો ને ઝડપી પાડ્યા

પોરબંદર એસ.ઓ.જી.એ સાડા ત્રણ કિલો ગાંજા સાથે બે શખ્સો ને ઝડપી પાડ્યા

પોરબંદર એસ.ઓ.જી.એ સાડા ત્રણ કિલો ગાંજા સાથે બે શખ્સો ને ઝડપી પાડ્યા

પોરબંદર, 16 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદર એસઓજીને બે ઈસમો મોડી રાત્રે બાઈક પર રાણાવાવ હાઇવે પરથી ગાંજો લઈ નીકળવાના છે તેવી બાતમી મળી હતી જેથી એસઓજી સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. બાઈક ત્યાંથી પસાર થતા પોલીસે રોકી ચેકીંગ હાથ ધરતા 3 કિલો 240 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેથી બાઈક પર સવાર 21 વર્ષીય પોલીસે સુમિત જેઠાભાઈ કારેણા અને 33 વર્ષીય બિપિન રૂડાભાઈ ખાવડની અટકાયત કરી 1.62 લાખની કિંમતનો 3.240 કિલો ગાંજો, બે મોબાઈલ અને બાઈક સહીત કુલ 2 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આ મામલે એન.ડી.પી.એસ.ની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande