





પોરબંદર, 16 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદરની સ્વામિનારાયણ જે એન રૂપારેલ એમબીએ કોલેજના પ્રથમ સેમના 42 જેટલા વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ નહિં ભરતા ભારે હોબાળો થયો હતો આજથી એમબીએની પરિક્ષાનો પ્રારંભ થયો છે .ત્યારે 42 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા હતા આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ કોલેજ ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રજુઆત કરી હતી જોકે કોલેજના ટ્રસ્ટીઓએ આ બાબતે જીટીયુને રજુઆત કરી હોવાનુ જણાવ્યુ હતુ.
પોરબંદરમા આજથી એમબીએની પરીક્ષાનો પ્રારંભથયો છેત્યારે સ્વામિનારાયણ જે એન રૂપારેલ એમબીએ કોલેજના સેમ-01ના 42 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા હતા કોલેજના પ્રિન્સિપાલ 42 જેટલા વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરતા ભુલી ગયા હતા. જેના કારણે આ
પરિસ્થિતિનુ નિર્માણ થયુ હતુ. આ અંગની જાણ થતા વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યકત કરી અને પરિક્ષા માટે ની વ્યવસ્થાની માંગ કરી હતી, તો વાલીઓએ પણ ઉગ્ર રજુઆત કરી હતી પ્રિન્સિપાલે પોતાની ભુલ સ્વિકારી હતી અને કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરાતા ભુલાય ગયા હતા જોકે કોલેજના ટ્રસ્ટી દ્રારા જીટીયુને રજુઆત કરી અને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે વ્યવસ્થા કરવા માંગ કરી છે. આ બાબતે જીટીયુ દ્રારા શુ નિર્ણય લેવામા આવે છે તે જોવાનુ રહ્યુ હતુ. આ બનાવને પગલે વિદ્યાર્થી આગેવાન કિશન રાઠોડ સહિતના વિદ્યાર્થી આગેવાનો પણ કોલેજ ખાતે દોડી ગયા હતા અને કોલેજના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓને રજુઆત કરાવ ઉપરાંત જીટીયુ ના અધિકારીઓને પણ રજુઆત કરી અને વિદ્યાર્થીઓના હિતમા નિર્ણય જણાવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya