



પોરબંદર, 16 જાન્યુઆરી (હિ.સ.)સમગ્ર ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026 ની ઉજવણી થઈ રહી ત્યારે પોરબંદર જીલ્લામાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી માસની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે બોખીરા બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વાહનચાલકો તથા રાહદારીઓને માર્ગ સલામતી વિષયક માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ ટ્રાફિક નિયમોનું અવશ્ય પાલન કરવા જણાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રાહવીર યોજના વિષે તલસ્પર્શી માહિતી આપી લોકોને માર્ગ અકસ્માતમાં પોલીસનો ડર રાખ્યા વગર ઈજાગ્રસ્તોને સમયસર સારવારમાં હોસ્પિટલે પહોંચાડવા માટે પોલીસ દ્રારા અપીલ કરવામાં આવેલ હતી તેમજ હિટ એન્ડ રન કેસ વળતર યોજના-2022 અંતર્ગત અકસ્માત થયા બાદ 30 દિવસની પોલીસ તપાસ દરમ્યાન અકસ્માત કરનાર વ્યકિત કે વાહન ઓળખાય નહિ કે મળી ન આવે તો આ યોજના હેઠળ અકસ્માતમા ભોગ બનનાર ગંભીર ઈજાગ્રસ્તને રૂપિયા પચાસ હજાર સહાય મળવાપાત્ર છે અને મૃત્યુના કિસ્સામાં ભોગ બનનારના વારસદારોને રૂપિયા બે લાખ સહાય મળવાપાત્ર છે જેની વિગતવાર માહિતી પોરબંદરની ટ્રાફિક ટીમ દ્વારા આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya