
સુરત, 16 જાન્યુઆરી (હિ.સ.) : ઉમરપાડા તાલુકાના નવાચકરા ગામે રૂ.35 લાખના ખર્ચે તૈયાર થયેલા આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર તથા આમલીદાબડા ગામે રૂ.60 લાખના ખર્ચે નિર્માણ પામનાર પ્રાથમિક શાળાના 6 (છ) ઓરડાઓનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ લોકાર્પણ કર્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન દરિયાબેન વસાવા, કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ વસાવા, તાલુકા ભાજપ મહામંત્રી વિજયભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ વસાવા, પૂર્વ જીલ્લા સંગઠન મંત્રી રામસિંગભાઈ વસાવા, તાલુકા હેલ્થ ઓફિસ, સરપંચ પાર્વતીબેન વસાવા તેમજ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે