



પોરબંદર, 17 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરના ઘેડ પંથકમાં ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગી એવુ 200 એમ.સી.એફ.ટી. પાણી ભાદર -2 ડેમમાંથી છોડવામાં આવતા ખેડૂતોને લાભ થયો છે.
રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ તેમની ગ્રામ્ય પંથકની મુલાકાતો દરમ્યાન એવી રજૂઆતો થઇ હતી કે ઘેડ પંથકના ખેડૂતોને શિયાળુ પાકમાં સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત છે તે અનુસંધાને ધારાસભ્ય જાડેજાએ ભાદર-2 ડેમમાંથી પાણી છોડવા ભલામણ કરી હતી અને તેમની રજૂઆત અનુસંધાને ડેમમાંથી ભાદર નદીમાં 200 એમ.સી. એફ.ટી. પાણી છોડવામાં આવ્યુ છે જે શિયાળુ પાકને સિંચાઇ માટે ખૂબજ ઉપયોગી સાબિત થશે જેથી ધરતીપુત્રોને તેનો લાભ લેવાની અપીલ ધારાસભ્યએ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya