
પાટણ, 17 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા મથક ખાતે નેશનલ હાઈવે નંબર 27 પર ખૂલેલી અને તૂટી ગયેલી ગટરો સ્થાનિક લોકો માટે જોખમ સર્જી રહી છે. હાઈવેની સર્વિસ રોડ પર ગંદુ પાણી ફરી વળતા વાહનચાલકો અને ચાલકોને મુશ્કેલી થતી છે.
નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) દ્વારા બનાવવામાં આવેલી આ ગટરોના ઢાંકણાં અનેક જગ્યાએ ખૂલી ગયા છે અને કેટલીક ગટરો તૂટી ગઈ છે, જેના કારણે રસ્તા પર પાણી ભરાઈ જતું હોય છે.
ગંદા પાણીના કારણે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છર-જીવાતના ઉપદ્રવથી મલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓનો ખતરો વધી રહ્યો છે. ખુલ્લી ગટરો અને પાણી ભરેલા રોડ પર ચાલનારા લોકો અને વાહનચાલકો માટે અકસ્માતની શક્યતા વધુ છે.
સ્થાનિક લોકો નાણાકીય તેમજ દૈનિક જીવનની અસુવિધા સામે ફરિયાદ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે NHAI તાત્કાલિક ગટરોની મરામત કરે, ખુલ્લી ગટરો બંધ કરે અને પાણીનું યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ