
પાટણ, 17 જાન્યુઆરી (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા 20 અને 21 જાન્યુઆરી 2026ના રોજ 36મો યુવક મહોત્સવ ‘કલ્પવૃક્ષ’નું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય મહોત્સવમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના યુવાનો પોતાની કલા, સંગીત અને સાંસ્કૃતિક પ્રતિભાનું પ્રદર્શન કરશે.
મહોત્સવનો શુભારંભ 20 જાન્યુઆરી 2026ના રોજ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે થયો. મુખ્ય અતિથિ તરીકે NCSCના ચેરપર્સન કિશોર મકવાણા ઉપસ્થિત રહ્યા, યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કે. સી. પોરિયા અધ્યક્ષસ્થાન સંભાળ્યા અને યોગીરાજ રુખડનાથજી મહારાજ અને લોકગાયક સાગર પટેલ વિશેષ અતિથિ રહ્યા.
આ યુવક મહોત્સવને ‘કલ્પવૃક્ષ’ નામ આપવામાં આવ્યું છે, જે ભારતીય સંસ્કૃતિમાં આશા, સમૃદ્ધિ અને કલ્યાણનું પ્રતીક છે. સમુદ્રમંથન અનુસાર દેવરાજ ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં સ્થાપિત આ દિવ્ય વૃક્ષ ઈચ્છાપૂર્તિ કરનાર દેવવૃક્ષ તરીકે ઓળખાય છે.
મહોત્સવ દરમિયાન ડાન્સ, ડ્રામા, સૂર અને તાલ સહિત કુલ 24 વિવિધ સ્પર્ધાઓ યોજાશે. લોકનૃત્ય, શાસ્ત્રીય સંગીત અને વક્તત્વ જેવી કલાઓનો સમાવેશ થાય છે, જેમાં ઉત્તર ગુજરાતની સંલગ્ન કોલેજોમાંથી અંદાજે 1500 યુવાનો ભાગ લઈ શકશે. કાર્યક્રમ યુવાનોની પ્રતિભા પ્રદર્શિત કરવાનો, વ્યક્તિત્વ વિકસિત કરવાનો અને રાષ્ટ્રીય ચેતના વધારવાનો માધ્યમ બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ