કલેક્ટર કચેરી ખાતે રોડ સેફ્ટી, કોસ્ટલ સિક્યોરિટી સહિતની બેઠકો યોજાઈ
સોમનાથ,17 જાન્યુઆરી (હિ.સ.) અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને ઈણાજ, કલેક્ટર કચેરી ખાતેના વી.સી. હોલમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિ, કોસ્ટલ સિક્યોરિટી, કાયદો અને વ્યવસ્થા સહિતની બેઠકો યોજાઈ હતી. માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતાં
કલેક્ટર કચેરી ખાતે રોડ સેફ્ટી, કોસ્ટલ સિક્યોરિટી સહિતની


સોમનાથ,17 જાન્યુઆરી (હિ.સ.) અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને ઈણાજ, કલેક્ટર કચેરી ખાતેના વી.સી. હોલમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિ, કોસ્ટલ સિક્યોરિટી, કાયદો અને વ્યવસ્થા સહિતની બેઠકો યોજાઈ હતી.

માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતાં અધિક નિવાસી કલેક્ટરએ વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યાં હતાં.આર.ટી.ઓ. ઓફિસર વાઘેલા દ્વારા માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો આપવામાં આવી હતી.

લો એન્ડ ઓર્ડર, હીટ એન્ડ રન, કોસ્ટલ સિક્યોરિટી સહિતની બેઠકમાં વિવિધ વિભાગોને લગતા મુદ્દા અંગે ચર્ચા કરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં પ્રાંત અધિકારી વિનોદ જોશી, સર્વ નાયબ પોલીસ અધિક્ષક સી.પી.ખટાણા અને વી.આર.ખેંગાર, ચૌધરી, માર્ગ અને મકાન વિભાગ, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ અને વાહનવ્યવહાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande