

અમદાવાદ,17 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાતના અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર આયોજિત ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’ દેશ-વિશ્વમાં પ્રસિદ્ધ છે. તેમાં દેશ અને દુનિયાભરના લોકો રંગબેરંગી પતંગો ઉડાવવા અને જોવા માટે ભેગા થાય છે. આ વર્ષે ભારતીય ડાક વિભાગે આગેવાની દાખવી ‘પતંગ ઉત્સવ–2026’ નું આયોજન અમદાવાદમાં કર્યું, જેમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના પરિવાર સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
સાયન્સ સિટી પાસે V9 ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલ ઉત્સવમાં શાળા બાળકો સાથે વિવિધ વિસ્તારોમાંથી આવેલા પોસ્ટમેન અને ગ્રામ્ય ડાક સેવકોએ પતંગોના માધ્યમથી લેટર બોક્સ, ડાક ટિકિટ, મેલ વેન, સ્પીડ પોસ્ટ અને પાર્સલ, બચત ખાતા, ડાકજીવન બીમા, ગ્રામ્ય ડાકજીવન બીમા, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અને અન્ય ડાક સેવાઓના વિવિધ પાસાઓને પ્રતીકરૂપ પતંગોમાં ઉતારીને આકાશમાં ઉડાવી આનંદ વ્યક્ત કર્યો.
કાર્યક્રમનું ઉદ્ઘાટન ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ સિટી મંડળના પ્રવર અધીક્ષક ડાકઘર ચિરાગ મહેતાના સાથે કર્યું.
આ અવસરે ડાક કર્મચારીઓ, તેમના પરિવારજનો અને તમામ શાળા બાળકોએ પતંગબાજીનો પૂરતો આનંદ માણ્યો, અને સાથે જ ગુડ-તીલની મીઠાશ સાથે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ