
જૂનાગઢ, 17 જાન્યુઆરી (હિ.સ.) માળિયાની ખોરાસા ગીર કન્યા શાળામાં આચાર્ય તેમજ સ્ટાફના માર્ગદર્શન હેઠળ, બાળકો જંક ફૂડ તેમજ પેકેટ ફુડથી દુર થાય અને પોષ્ટીક આહાર તરફ વળે તે હેતુથી, શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 વિધાર્થીઓની દ્વારા 14 સ્ટોર રાખીને જુદા જુદા આરોગ્ય પ્રદ ખોરાકનું વેચાણ કર્યું હતું.
આ મેળાની સરપંચ શૈલેષભાઇ કગથરા, ઉપ સરપંચ જેસાભાઈ ચુડાસમા, ભૌતિક કગથરા, કુમાર શાળાના આચાર્ય શિતલબેન , સ્ટાફ અને બહેનોની સંખ્યામાં ગામજનોએ બાળકો દ્વારા સંચાલિત સ્ટોરની મુલાકાત લઈને, જુદીજુદી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય ડી.યુ. ડોડીયા તેમજ શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ