સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી દ્વારા આયોજિત NSS કેમ્પનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
પાટણ, 17 જાન્યુઆરી (હિ.સ.) : સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના (NSS) કેમ્પનો ઉદ્ઘાટન સમારોહ સમી તાલુકાની શમશેરપુરા પ્રાથમિક શાળામાં યોજાયો. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રસેવાની ભાવના વિકસે તે માટે આ કેમ્પનું આયોજન કરવામ
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી દ્વારા આયોજિત  NSS કેમ્પનો ઉદ્ઘાટન સમારોહ શમશેરપુરા પ્રાથમિક શાળામાં યોજાયો


પાટણ, 17 જાન્યુઆરી (હિ.સ.) : સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના (NSS) કેમ્પનો ઉદ્ઘાટન સમારોહ સમી તાલુકાની શમશેરપુરા પ્રાથમિક શાળામાં યોજાયો. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રસેવાની ભાવના વિકસે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સમારોહના અધ્યક્ષસ્થાને કૉલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદ ઉપસ્થિત રહ્યા. મુખ્ય વક્તા તરીકે ચાણસ્મા કૉલેજના અધ્યાપક ડૉ. જીતુભાઈ પ્રજાપતિ, શાળાના આચાર્ય જગમાલભાઈ પટેલ, ગામના સરપંચ હસમુખભાઈ સોલંકી, કૉલેજ સ્ટાફ અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા. મહેમાનોનું 'સ્વદેશી અપનાવો, સમૃદ્ધિ વધારો' વિષય સાથે રોપા અર્પણ કરીને સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.

ડૉ. જીતુભાઈ પ્રજાપતિએ વક્તવ્યમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રસેવા દ્વારા ચારિત્ર્ય અને વ્યક્તિત્વ ઘડતર માટે પ્રેરણા આપી. કૉલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદે વિદ્યાર્થીઓને ગામની સેવા અને 'સેવા પરમો ધર્મ'ની ભાવના સાથે રાષ્ટ્રસેવા માટે આહ્વાન કર્યું.

NSSના સિદ્ધાંત 'Not Me But You' હેઠળ વિદ્યાર્થીઓ શાળાના બાળકો સાથે વ્યસનમુક્તિ, સ્વચ્છતા, સ્વદેશી અને સાક્ષરતા જેવા પ્રકલ્પો પર રેલીઓ, નાટકો અને વ્યાખ્યાનો દ્વારા જાગૃતિ લાવશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદની ઉપસ્થિતિમાં NSS યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. જાગૃતિબેન પ્રજાપતિએ કર્યું અને અંતે કૉલેજના અધ્યાપક ડૉ. ખુશ્બુ મોદીએ આભારવિધિ કરી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande