
પોરબંદર, 17 જાન્યુઆરી (હિ.સ.) : રાણાવાવ પોલીસે ગુમ થયેલા દસ મોબાઇલ શોધીને મૂળ માલિકોને પરત કર્યા છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ચોરી, ગુમ થયેલ મોબાઇલ શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ વિભાગના પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફના માણસોને ખાસ સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.મોરી તથા રાણાવાવ પોલીસ સ્ટાફના માણસો દ્વારા કુલ મોબાઇલ નંગ 10 કુલ કિ.રૂા.1,31,700ની કિંમતના મોબાઈલ સી.ઈ. આઈ. આર. પોર્ટલની મદદથી શોધી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને પરત સોંપી આપેલ છે.રાણાકં ડોરણાના અરજનભાઈ રાજાભાઈ કરંગીયાનો 12,000ની કિંમતનો મોબાઇલ, રાણાવાવના સ્ટેશનપ્લોટના સતીષભાઈ છગનભાઈ પરમારનો 12,700 ની કિંમતનો મોબાઇલ,અમીતભાઈ ભીખુભાઈ પાતર, રાણાવાવ આંબેડકરનગરનો 8500 ની કિંમતનો મોબાઇલ, રાણાવાવના સ્ટેશનપ્લોટના રમેશભાઈ દેવશીભાઇ ચાવડાનો 12,000ની કિંમતનો મોબાઇલ, રાણાકંડોરણાના વેજાભાઇ કાનાભાઇ ભેડાનો 12,000ની કિંમતનો મોબાઈલ, પીપળીયા ગામના પ્રકાશભાઈ લખુભાઈ બાપોદરાનો 14,000ની કિંમતનો, ટુકડા ગોસાગામના સતીષભાઈ હરજીભાઈ ટુ ક ડીયાનો 18,500ની કિંમનોમોબાઇલ, રાણાબોરડીગામના અમીનાબેન યુસુફભાઇ સમાનો 6000ની કિંમતનો મોબાઈલ, રાણાવાવના સ્ટેશનપ્લોટમાં રહેતા મીલન સરમણભાઈ પાંડાવદરાનો 14,000ની કિંમતનો મોબાઇલ, જૂનાગઢના રવિ મહેન્દ્રભાઇ સોલંકીનો 22,000 નો મોબાઇલ પરત કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya