સાંદીપનિના શ્રીહરિ મંદિરના 20માં પાટોત્સવના મહામહોત્સવ અંતર્ગત બેઠક યોજાઇ.
પોરબંદર, 17 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદરના સાંદીપનિના શ્રીહરિ મંદિરના 20માં પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવ તરીકેની ઉજવણીના ભાગરૂપે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં સાંદીપનિ સભાગૃહમાં પોરબંદરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. શ્રીહરિ મં
સાંદીપનિના શ્રીહરિ મંદિરના 20માં પાટોત્સવના મહામહોત્સવ અંતર્ગત બેઠક યોજાઇ.


સાંદીપનિના શ્રીહરિ મંદિરના 20માં પાટોત્સવના મહામહોત્સવ અંતર્ગત બેઠક યોજાઇ.


પોરબંદર, 17 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદરના સાંદીપનિના શ્રીહરિ મંદિરના 20માં પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવ તરીકેની ઉજવણીના ભાગરૂપે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં સાંદીપનિ સભાગૃહમાં પોરબંદરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.

શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવની ઉજવણીના ભાગ સ્વરૂપે સાંદીપનિ સભાગૃહમાં આયોજિત બેઠકના પ્રારંભમાં પોરબંદરની તમામ સંસ્થાઓ અને સમાજના શ્રેષ્ઠીઓનું અને પત્રકારોનું સંસ્થાના ટ્રસ્ટી ડૉ. ભરતભાઈ ગઢવી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ. આ પ્રસંગે પૂજ્ય ભાઈશ્રીએ સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ચાલતી તમામ શૈક્ષણિક સંસ્થાઓનો પરિચય આપીને શ્રીહરિ મંદિરને 20 વર્ષની યાત્રાનું ટૂંકમાં વર્ણન કરીને આ વર્ષે તા. 21-01-26 થી તા. 25-01-26 સુધી આયોજિત શ્રીહરિ મંદિર પાટોત્સવ - ૨૦૨૬ મહામહોત્સવની વિશેષતા તેમજ સમગ્ર મહોત્સવના તમામ વિગતવાર વર્ણવી હતી. તેમજ કાર્યક્રમોની રૂપરેખા આ સાથે પૂજ્ય ભાઈશ્રીએ બેઠકમાં ઉપસ્થિત પોરબંદર શહેરની તમામ સંસ્થાઓ તથા સમાજના અગ્રણીઓ, સૌ પત્રકારોબંધુઓને તેમજ પોરબંદર જિલ્લાના સર્વે ભાવિકોને શ્રીહરિ મંદિર 20મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવમાં જોડાવા માટે આહ્વાન કર્યુ હતુ. આ બેઠકમાં આવેલા સૌ મહાનુભાવોએ શ્રીહરિ મંદિરના મહામહોત્સવમાં ઉત્સાહ સાથે. સ્વયંભુ જોડાવા માટે તૈયારી દર્શાવી હતી. બેઠકના અંતે સંસ્થાના ટ્રસ્ટી ડૉ.ભરતભાઈ ગઢવીએ સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande