વરાણા ખાતે ખોડિયાર માતાજીનો 15 દિવસીય મેળો 19 જાન્યુઆરીથી શરૂ થશે
પાટણ, 17 જાન્યુઆરી (હિ.સ.) : વઢીયાર પંથકના વરાણા ખાતે આઈ શ્રી ખોડિયાર માતાજીનો 15 દિવસીય મેળો 19 જાન્યુઆરીથી શરૂ થશે. મેળા પૂર્વે ગ્રામ પંચાયત દ્વારા યાત્રાળુઓની સુવિધા અને વ્યવસ્થા માટે વિવિધ આયોજન હાથ ધરવામાં આવ્યા છે. તલાટી સતીષભાઈ જાદવે માહિતી
વરાણા ખાતે ખોડિયાર માતાજીનો 15 દિવસીય મેળો 19 જાન્યુઆરીથી શરૂ થશે.


પાટણ, 17 જાન્યુઆરી (હિ.સ.) : વઢીયાર પંથકના વરાણા ખાતે આઈ શ્રી ખોડિયાર માતાજીનો 15 દિવસીય મેળો 19 જાન્યુઆરીથી શરૂ થશે. મેળા પૂર્વે ગ્રામ પંચાયત દ્વારા યાત્રાળુઓની સુવિધા અને વ્યવસ્થા માટે વિવિધ આયોજન હાથ ધરવામાં આવ્યા છે. તલાટી સતીષભાઈ જાદવે માહિતી આપતા જણાવ્યું હતું કે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મેળાની હદ બહાર પાંચ સ્થળે નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

મેળા દરમિયાન સ્વચ્છતા જાળવવા માટે સવાર-સાંજ 20 કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવશે. મંદિરથી દશામાં મંદિર અને નાયકા રોડ સુધી દરરોજ ઘન કચરો એકત્ર કરી ગ્રામ પંચાયતના ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા ડમ્પિંગ સાઈટ પર નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત ચાર અલગ-અલગ સ્થળે પાણી વિતરણ, મેડિકલ કેમ્પ, સાંજે પાણીનો છંટકાવ તેમજ વરાણા બસ સ્ટેશનથી મંદિર સુધી સ્ટ્રીટ લાઈટોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ગ્રામ પંચાયત દ્વારા રમકડાં, ખાણીપીણી, ફરસાણ અને મીઠાઈના સ્ટોલ માટેના પ્લોટની હરાજી કરવામાં આવી હતી, જેમાં આશરે 125 લોકો હાજર રહ્યા હતા. પંચાયત હસ્તકના લગભગ 100 પ્લોટની હરાજીથી પાંચથી છ લાખ રૂપિયાની આવક થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande