
પાટણ, 18 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુરના ગોકુલ ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે આજ રોજ સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં લોકસંપર્ક અને રજૂઆત સાંભળવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ગામોના આગેવાનો અને નાગરિકોએ પોતાના પ્રશ્નો તથા રજૂઆતો રજૂ કરી હતી.
ધારાસભ્યએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી આવેલા નાગરિકો તથા કાર્યકરોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળી હતી. ગ્રામ વિકાસ, વહીવટી પ્રશ્નો અને જાહેર સુવિધાઓ અંગે ચર્ચા કરી સંબંધિત વિભાગોને પ્રશ્નોના ઝડપી અને હકારાત્મક નિરાકરણ માટે જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ ચૌધરી સહિત અનેક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. જનકલ્યાણના કાર્યોને પ્રાધાન્ય આપી લોકોની સમસ્યાઓના નિરાકરણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ