રાષ્ટ્રીય ધોરીમાર્ગ 848 પર ખાડામાં ફસાતા કન્ટેનર પલટ્યું, મોટો અકસ્માત ટળ્યો
વલસાડ, 18 જાન્યુઆરી (હિ.સ.): કપરાડા–નાનાપોંઢા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 848 પર આજે એક કન્ટેનર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. નાસિક તરફથી ભારે સામાન લઈ વાપી તરફ જઈ રહેલું કન્ટેનર માંડવા ભીલી ફળિયા નજીક આવેલા વળાંક પાસે રસ્તા પર પડેલા ઊંડા ખાડામાં ફસાઈ
Accident


વલસાડ, 18 જાન્યુઆરી (હિ.સ.): કપરાડા–નાનાપોંઢા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 848 પર આજે એક કન્ટેનર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. નાસિક તરફથી ભારે સામાન લઈ વાપી તરફ જઈ રહેલું કન્ટેનર માંડવા ભીલી ફળિયા નજીક આવેલા વળાંક પાસે રસ્તા પર પડેલા ઊંડા ખાડામાં ફસાઈ ગયું હતું. ખાડામાં પડતાં જ ચાલકે નિયંત્રણ ગુમાવ્યું અને કન્ટેનર રસ્તા પર પલટી ગયું.

અકસ્માત સમયે કન્ટેનર સંપૂર્ણપણે માલથી ભરેલું હતું. સદનસીબે આ ઘટનામાં ડ્રાઈવરનો કોઈ ગંભીર ઇજા વિના બચાવ થયો હતો. જોકે, કન્ટેનર પલટી જતાં થોડા સમય માટે ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો અને ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને ટ્રાફિક ફરીથી સુચારુ બનાવ્યો હતો.

ચોમાસાની શરૂઆત બાદ પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 848 પર રસ્તાની મરામત ન થતાં સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કપરાડા તરફ જતા આ માર્ગ પર અનેક સ્થળોએ ઊંડા ખાડા પડેલા હોવાથી વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તેમ છતાં જવાબદાર વિભાગ દ્વારા સમયસર ખાડા પુરવાની કામગીરી ન કરવામાં આવતા લોકોને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande