સુરતના ભીમરાડ વિસ્તારમાં ઓટો ગેરેજમાં ભીષણ આગ
સુરત, 18 જાન્યુઆરી (હિ.સ.): સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલા એક ઓટો ગેરેજમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ગેરેજની અંદર રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો. મળતી માહિતી અન
Surat


સુરત, 18 જાન્યુઆરી (હિ.સ.): સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલા એક ઓટો ગેરેજમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ગેરેજની અંદર રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો.

મળતી માહિતી અનુસાર, ભીમરાડ રોડ પર સ્વામી બા પાર્ટી પ્લોટની બાજુમાં આવેલી ‘અંબિકા ઓટો ગેરેજ’માંથી અચાનક ધુમાડાના ગોટેગોટા દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.

ફાયર બ્રિગેડની ટીમ સ્થળે પહોંચતા ગેરેજમાં રહેલા ટાયરો, ટ્યુબો અને એન્જિન ઓઈલના કેનને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હોવાનું સામે આવ્યું. સતત પાણીનો મારો ચલાવીને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગેરેજ માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે.

આગ અકસ્માતે લાગી કે કોઈએ જાણબૂઝીને લગાડી—તે મુદ્દે હજુ સ્પષ્ટતા થઈ નથી. પ્રાથમિક તપાસમાં કોઈ ચોક્કસ ટેકનિકલ કારણ મળ્યું નથી, જેથી ઈરાદાપૂર્વક આગ લગાડવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે. પોલીસે તમામ સંભવિત દિશામાં તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande