ધોરાજી અપહરણ કેસમાં અમરેલી એલ.સી.બી. અને સીટી પોલીસની ત્વરિત કાર્યવાહી
અમરેલી, 19 જાન્યુઆરી (હિ.સ.) રાજકોટ જિલ્લાના ધોરાજી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને અમરેલી એલ.સી.બી. તથા અમરેલી સીટી પોલીસ સ્ટેશનની ટીમે ગણતરીની કલાકોમાં ઝડપી લઈને નોંધપાત્ર સફળતા મેળવી છે. ભાવનગર રેન્જના આઇ
ધોરાજી અપહરણ કેસમાં અમરેલી એલ.સી.બી. અને  પોલીસની ત્વરિત કાર્યવાહી


અમરેલી, 19 જાન્યુઆરી (હિ.સ.) રાજકોટ જિલ્લાના ધોરાજી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને અમરેલી એલ.સી.બી. તથા અમરેલી સીટી પોલીસ સ્ટેશનની ટીમે ગણતરીની કલાકોમાં ઝડપી લઈને નોંધપાત્ર સફળતા મેળવી છે. ભાવનગર રેન્જના આઇ.જી. ગૌતમ પરમાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત ના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળેલી બાતમી મુજબ ધોરાજી ખાતેથી એક વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમાં સંડોવાયેલા આરોપીઓ અમરેલી જિલ્લામાં છુપાયેલા હોવાની માહિતી આધારે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ચાવડા ની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ અને અમરેલી સીટી પોલીસ ટીમે સંયુક્ત તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ભોગ બનનારને સલામત રીતે શોધી કાઢી ચારેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા અને આગળની કાર્યવાહી માટે ધોરાજી સીટી પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યા.

પકડાયેલા આરોપીઓમાં ગોપાલ વિઠ્ઠલભાઇ ડાંગર (અમરેલી), પ્રદ્યુમનસિંહ ભરતસિંહ વાળા (અમરેલી), રાજેન્દ્રસિંહ જગદીશસિંહ ગોહિલ (ભાવનગર) તથા ઋષિરાજસિંહ ચંદ્રસિંહ વાળા (કચ્છ)નો સમાવેશ થાય છે. આ કામગીરીથી અમરેલી જિલ્લા પોલીસની ઝડપી અને અસરકારક કામગીરી ફરી એકવાર સાબિત થઈ છે, જેના કારણે ગુનાહિત તત્વોમાં ભય અને નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande