સિદ્ધપુરમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવા સામે ઉગ્ર વિરોધ
પાટણ, 19 જાન્યુઆરી (હિ.સ.) : સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાની પ્રક્રિયા સામે સ્થાનિક મતદારો અને અગ્રણીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોઈ નક્કર પુરાવા વિના અને પક્ષપાતી વલણ રાખીને નામ હટાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે આજ
સિદ્ધપુરમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવા સામે ઉગ્ર વિરોધ


પાટણ, 19 જાન્યુઆરી (હિ.સ.) : સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાની પ્રક્રિયા સામે સ્થાનિક મતદારો અને અગ્રણીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોઈ નક્કર પુરાવા વિના અને પક્ષપાતી વલણ રાખીને નામ હટાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે આજે પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી આ પ્રક્રિયાને લોકશાહી વિરુદ્ધ ગણાવી તાત્કાલિક બંધ કરવાની માંગ કરાઈ છે.

મતદારોએ જણાવ્યું કે તેઓ જન્મથી ભારતીય નાગરિક છે અને વર્ષોથી આ વિસ્તારમાં વસવાટ કરી નિયમિત મતદાન કરતા આવ્યા છે. છતાં, હાલ ચાલી રહેલી SIR પ્રક્રિયા દરમિયાન ખોટી વાંધા અરજીઓના આધારે BLO દ્વારા ફોર્મ નં. 07 ભરાવી નામ કમી કરવામાં આવી રહ્યા છે, જેમાં પૂરતી ચકાસણી થતી નથી.

રજૂઆતમાં એડવોકેટ સેયદ અલી સેયદ, એડવોકેટ મોહસીન અલી સેયદ સહિત અનેક અગ્રણીઓ જોડાયા હતા. તેમણે જણાવ્યું કે અગાઉ BLO દ્વારા ઘરેઘરે મેપિંગ કરી જરૂરી આધાર-પુરાવા જમા લીધા બાદ જ પ્રાથમિક મતદાર યાદી જાહેર થઈ હતી, જેમાં મોટાભાગના મતદારોના નામ સામેલ હતા.

મતદારોનો આક્ષેપ છે કે ત્યારબાદ રાજકીય દબાણ હેઠળ પક્ષપાતી રીતે નામ કમી કરવાની કાર્યવાહી શરૂ થઈ છે. પ્રાંત અધિકારીએ રૂબરૂ મુલાકાતમાં ખોટી રીતે નામ કમી નહીં થાય તેવી ખાતરી આપી છે, છતાં તટસ્થ કાર્યવાહી ન થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. આવેદનપત્ર 19/01/2026ના રોજ પ્રાંત કચેરી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande