મહેસાણા આત્મા ગ્રૂપ સાથે જોડાયેલા ખેડૂતોને ખેતીલક્ષી સાધનોનું વિતરણ
મહેસાણા,19 જાન્યુઆરી (હિ.સ.) પ્રાકૃતિક કૃષિને વધુ પ્રોત્સાહન આપવા માટે મહેસાણામાં આત્મા ગ્રૂપ સાથે જોડાયેલા ખેડૂતોને ખેતીલક્ષી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક અને ઉપયોગી સાધનો ઉપલબ્ધ કરાવી પ્રાકૃતિક ખેતીને
મહેસાણા આત્મા ગ્રૂપ સાથે જોડાયેલા ખેડૂતોને ખેતીલક્ષી સાધનોનું વિતરણ


મહેસાણા,19 જાન્યુઆરી (હિ.સ.) પ્રાકૃતિક કૃષિને વધુ પ્રોત્સાહન આપવા માટે મહેસાણામાં આત્મા ગ્રૂપ સાથે જોડાયેલા ખેડૂતોને ખેતીલક્ષી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક અને ઉપયોગી સાધનો ઉપલબ્ધ કરાવી પ્રાકૃતિક ખેતીને વધુ અસરકારક અને આર્થિક રીતે લાભદાયી બનાવવાનો રહ્યો હતો.

આ વિતરણ કાર્યક્રમ અંતર્ગત કુલ 42 ચાયણી તેમજ 9 વજન કાંટા ખેડૂતોને આપવામાં આવ્યા હતા. ચાયણી દ્વારા પાકની સફાઈ અને છટણી વધુ સરળ બનશે, જ્યારે વજન કાંટાથી ઉપજનું ચોક્કસ માપ લેવામાં સહાય મળશે. પરિણામે ખેડૂતોને બજારમાં યોગ્ય ભાવ મેળવવામાં મદદ મળશે અને ખેતી વ્યવસાયમાં પારદર્શકતા વધશે.

કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીથી જમીનની ઉપજક્ષમતા જળવાય છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે અને પર્યાવરણનું સંરક્ષણ પણ થાય છે. સરકાર અને આત્મા યોજના દ્વારા આવા સાધનોનું વિતરણ કરીને ખેડૂતોને સ્વાવલંબી બનાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પ્રસંગે આત્મા ગ્રૂપ સાથે સંકળાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ આ સહાય બદલ આનંદ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આવા સાધનો તેમના દૈનિક ખેતી કાર્યમાં મહત્વપૂર્ણ સહારો પૂરું પાડશે તથા પ્રાકૃતિક કૃષિને નવી ગતિ આપશે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande