ધારી તાલુકાના જીરા–હિરાવા–પાતળા રોડ પર રૂ.4.50 કરોડના નાળા–પુલિયા નવીનીકરણ અને રિસર્ફેસિંગનું ખાતમુહૂર્ત
અમરેલી,19 જાન્યુઆરી (હિ.સ.) ધારી તાલુકામાં માર્ગ સુવિધાઓને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જીરા–હિરાવા–પાતળા રોડમાં આવતા નાળા–પુલિયાના રૂ. 4.50 કરોડના ખર્ચે નવીનીકરણ તથા રોડના રિસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ
ધારી તાલુકાના જીરા–હિરાવા–પાતળા રોડ પર રૂ.4.50 કરોડના નાળા–પુલિયા નવીનીકરણ અને રિસર્ફેસિંગનું ખાતમુહૂર્ત


અમરેલી,19 જાન્યુઆરી (હિ.સ.) ધારી તાલુકામાં માર્ગ સુવિધાઓને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જીરા–હિરાવા–પાતળા રોડમાં આવતા નાળા–પુલિયાના રૂ. 4.50 કરોડના ખર્ચે નવીનીકરણ તથા રોડના રિસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કામગીરી પૂર્ણ થતાં ગ્રામ્ય વિસ્તારમાં આવાગમન વધુ સુરક્ષિત અને સુગમ બનશે.

આ પ્રસંગે ધારી તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હીરપરા, જિલ્લા પંચાયત સદસ્ય ખોડાભાઈ ભુવા સહિત ધારી તાલુકા ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ વિકાસકાર્યો બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે આ રોડ અને નાળા–પુલિયાનું નવીનીકરણ વરસાદી ઋતુમાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરશે અને ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓને દૈનિક આવાગમનમાં મોટી રાહત મળશે. ખાસ કરીને ખેતી ઉપજના પરિવહન માટે આ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ છે.

કાર્યક્રમ દરમિયાન ગુણવત્તાપૂર્ણ કામગીરી અને સમયસર પૂર્ણતા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. ગ્રામજનોને વિશ્વાસ અપાવવામાં આવ્યો કે વિકાસકાર્યોમાં પારદર્શકતા અને ટકાઉપણું જાળવીને વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande