સિદ્ધપુરમાં 2025ની SSC બોર્ડ પરીક્ષામાં શાળાને 95% જેટલું ઉત્તમ પરિણામ મળતા શાળા સ્ટાફનો સન્માન સમારોહ.
પાટણ, 02 જાન્યુઆરી (હિ.સ.) સિદ્ધપુર સ્થિત તાહેર એન્ડ હુસેન આદમ અલી એડનવાલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તથા બિન-શૈક્ષણિક કર્મચારીઓનો સન્માન સમારોહ ગણવાડા ખાતે અમીર-સાદિક ફાર્મ પર યોજાયો. માર્ચ 2025ની SSC બોર્ડ પરીક્ષામાં શાળાને 95%
સિદ્ધપુરમાં 2025ની SSC બોર્ડ પરીક્ષામાં શાળાને 95% જેટલું ઉત્તમ પરિણામ મળતા  શાળા સ્ટાફનો સન્માન સમારોહ.


સિદ્ધપુરમાં 2025ની SSC બોર્ડ પરીક્ષામાં શાળાને 95% જેટલું ઉત્તમ પરિણામ મળતા  શાળા સ્ટાફનો સન્માન સમારોહ.


પાટણ, 02 જાન્યુઆરી (હિ.સ.) સિદ્ધપુર સ્થિત તાહેર એન્ડ હુસેન આદમ અલી એડનવાલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તથા બિન-શૈક્ષણિક કર્મચારીઓનો સન્માન સમારોહ ગણવાડા ખાતે અમીર-સાદિક ફાર્મ પર યોજાયો. માર્ચ 2025ની SSC બોર્ડ પરીક્ષામાં શાળાને 95% જેટલું ઉત્તમ પરિણામ મળતા, મેનેજિંગ ટ્રસ્ટી અબરારઅલી સૈયદના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત જે.કે. સૈયદની તિલાવતથી થઈ હતી અને ઇન્ચાર્જ આચાર્ય એમ.આઈ. સૈયદે સ્વાગત પ્રવચન આપ્યું હતું. ગયા વર્ષે આપવામાં આવેલા “અબ કી બાર નબ્બે પાર” સૂત્રને સાર્થક કરવાના બદલામાં તમામ કર્મચારીઓને શાલ અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોટિવેશનલ સ્પીકર નજીબાબેન રેશમવાલાનું પણ વિશેષ સન્માન કરાયું હતું.

આ પ્રસંગે ટ્રસ્ટીઓ યુસુફભાઈ ચશ્માવાલા, હનીફ ખાન પોલાદી, મકબુલ હુસેન મિયાંજીવાલા અને ગુલામ નબી મન્સૂરી ઉપસ્થિત રહ્યા હતા. અઢી દાયકા સુધી સેવા આપી અન્યત્ર આચાર્ય તરીકે જનાર બિસ્મિલ્લાબેન કાજીનું યુસુફ ચશ્માવાલા દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.

વિશિષ્ટ કામગીરી બદલ સુપરવાઈઝર સમીર મનસૂરી, શિક્ષક જે.કે. સૈયદ અને ક્લાર્ક આબિદ હુસેન છુવારાનું ખાસ સન્માન કરાયું હતું. અંતે, તમામ શિક્ષકોએ આગામી બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ લાવવાના સંકલ્પ સાથે “અબકી બાર સો કે પાર” સૂત્ર અપનાવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande