સુરતમાં લીંબાયત વિસ્તારમાં પાંચ વર્ષ જૂની અદાવતમાં યુવકની હત્યા, બે સગીર સહિત કુલ આઠ આરોપીઓ ઝડપાયા
સુરત, 02 જાન્યુઆરી (હિ.સ.) : સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં 31 ડિસેમ્બરની રાત્રે એક યુવાનની નિર્મમ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. મૃતક અને આરોપીઓ વચ્ચે પાંચ વર્ષ જૂની અંગત અદાવત ચાલી રહી હતી. આ જૂની રંજિશના કારણે આરોપીઓએ એકજૂથ થઈ યુવક પર ઘાતક હથિયારો
Arrest


સુરત, 02 જાન્યુઆરી (હિ.સ.) : સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં 31 ડિસેમ્બરની રાત્રે એક યુવાનની નિર્મમ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. મૃતક અને આરોપીઓ વચ્ચે પાંચ વર્ષ જૂની અંગત અદાવત ચાલી રહી હતી. આ જૂની રંજિશના કારણે આરોપીઓએ એકજૂથ થઈ યુવક પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો.

હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. બનાવ બાદ પોલીસ હરકતમાં આવી અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે બે સગીર સહિત કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આ હત્યા પૂર્વ આયોજન મુજબ કરવામાં આવી હતી અને આરોપીઓ વચ્ચે અગાઉ પણ વિવાદ થયો હતો.

હાલ પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને કેસ સંબંધિત વધુ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande