
સુરત, 02 જાન્યુઆરી (હિ.સ.): સુરતના સચિન વિસ્તારમાં 31 ડિસેમ્બરના રોજ પાન-ગુટકાના પૈસા બાબતે થયેલા ઝઘડાએ એક યુવાનની જિંદગી લઈ લીધી. પ્રાથમિક માહિતી અનુસાર, પાન-ગુટકાની ઉધારી રકમ ચૂકવવા બાબતે બોલાચાલી થઈ હતી, જે થોડા સમયમાં જ ઉગ્ર બની ગઈ.
વિવાદ દરમિયાન આરોપીઓએ યુવક પર હુમલો કર્યો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનામાં પણ પોલીસે કાર્યવાહી કરી એક સગીર સહિત આરોપીઓને ઝડપી લીધા છે.
પોલીસનું કહેવું છે કે આ હત્યા કોઈ મોટી દુશ્મનીના કારણે નહીં, પરંતુ નાના આર્થિક વિવાદના કારણે થઈ હતી, જે ચિંતાજનક બાબત છે. હાલ કેસની વધુ તપાસ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે