

પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.) ચોરાડ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા છઠ્ઠા સ્નેહમીલન અને સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, સંતો, મહંતો તેમજ સમાજના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભમાં ગોતરકા ગાદીપતિ નિજાનંદ બાપુ, હનુમાન ધામના મહંત ભાનુપ્રસાદ ગોર, ખીમેશ્વર ગૌશાળાના મહંત વિષ્ણુગિરી બાપુ તથા માધપુરા મશાલીના સરપંચ મગ્નિરામ બાપા સહિત વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરાંત બ્રહ્મ સમાજના જિલ્લા અને પ્રદેશસ્તરના આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન સમાજની એકતા, શિક્ષણનું મહત્વ, સંસ્કાર સંવર્ધન અને સંગઠનની મજબૂતી અંગે ચર્ચા કરવામાં આવી. સરસ્વતી સન્માન સમારંભ અંતર્ગત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરાતા કાર્યક્રમ સફળ રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ