
પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.) : સિદ્ધપુર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સમોડા–ગણવાડા દ્વારા પાટણ જિલ્લાના સરપંચો અને ખેડૂતો માટે ‘વિકસિત ભારત GRAMG’ બિલ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમોડા–ગણવાડા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ ગામોના સરપંચો, ઉપસરપંચો તથા પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા ‘વિકસિત ભારત GRAMG’ બિલની જોગવાઈઓ અને ગ્રામીણ વિકાસ પર તેની અસરો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા રજૂ થયેલા બિલની મુખ્ય બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બિલ હેઠળ તૈયાર થનારી તમામ સંપત્તિઓને “ડેવલપ ઇન્ડિયા નેશનલ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેક”માં સામેલ કરવામાં આવશે, જેના માધ્યમથી ગ્રામીણ વિકાસના કાર્યોનું ડિજિટલ સંકલન શક્ય બનશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત પ્રતિનિધિઓ પાસેથી પ્રતિસાદ મેળવી તેમના મંતવ્યો લેવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ