મનીલેન્ડર્સ એક્ટના ગુન્હામાં કબ્જે કરેલ કાર મૂળ માલિકને પરત કરતી બગવદર પોલીસ
પોરબંદર, 05 જાન્યુઆરી (હિ.સ.) : બગવદર પોલીસ સ્ટેશનમાં આઈ.પી. સી. 7.506(2), 386,114 તથા ગુજરાત નાણાની મનીલેન્ડર્સ એક્ટ 2011 ની ક.40,42 મુજબના કામેના આરોપીના કબ્જામાંથી વાહન મુદામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુળ માલીકને પરત કરવામાં આવ્યો હતો
મનીલેન્ડર્સ એક્ટના ગુન્હામાં કબ્જે કરેલ કાર મૂળ માલિકને પરત કરતી બગવદર પોલીસ.


પોરબંદર, 05 જાન્યુઆરી (હિ.સ.) : બગવદર પોલીસ સ્ટેશનમાં આઈ.પી. સી. 7.506(2), 386,114 તથા ગુજરાત નાણાની મનીલેન્ડર્સ એક્ટ 2011 ની ક.40,42 મુજબના કામેના આરોપીના કબ્જામાંથી વાહન મુદામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુળ માલીકને પરત કરવામાં આવ્યો હતો.

પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગુન્હાના કામે કબ્જે કરેલ સોનાના વાહનો/દાગીના/મોબાઇલ વિગેરે મુદામાલ કોર્ટના અલગ અલગ હુકમોના આધારે મુદામાલ મુળ માલીકને સોંપવા સુચનાઓ કરવામાં આવી હતી જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. એ.એસ.બારા તથા બગવદર પોલીસ સ્ટાફ દ્વારા બગવદર પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. 506(2), 386,114તથા ગુજરાત નાણાની મનીલેન્ડર્સ એક્ટ 2011 ની 3.40,42 મુજબના કામેનો આરોપીના ગેરકાયદેસર કબ્જામાંથી મુદ્દામાલ ફોરવ્હીલ કાર જે ગુન્હાના કામે કબ્જે કરવામાં આવી હતી. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુળ માલીકને પરત સોંપવામા આવેલ છે. આ કામગીરી પો.સબ ઈન્સ. એ.એસ.બારા તથા પો.હેડ.કોન્સ. ડી.આર.સીસોદીયા તથા પો. કોન્સ વિંઝાભાઈ હાજાભાઇ રાણાવાયા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande