ચંદ્રુમાણામાં રામદેવપીર ધૂણા મંડળના ભક્તો દ્વારા એક કરોડ એક લાખ મંત્રજાપ પૂર્ણ
પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ખાતે રામદેવપીર ધૂણા મંડળના ભક્તો દ્વારા સોમવારે એક કરોડ એક લાખ મંત્રજાપ પૂર્ણ કરવામાં આવ્યા. દોઢ વર્ષ પહેલા શરૂ કરાયેલા આ જાપ પૂર્ણ થતાં ભગવાનને ધાન્ય–કઠોળ અર્પણ કરી પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો હ
ચંદ્રુમાણામાં રામદેવપીર ધૂણા મંડળના ભક્તો દ્વારા એક કરોડ એક લાખ મંત્રજાપ પૂર્ણ


ચંદ્રુમાણામાં રામદેવપીર ધૂણા મંડળના ભક્તો દ્વારા એક કરોડ એક લાખ મંત્રજાપ પૂર્ણ


પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ખાતે રામદેવપીર ધૂણા મંડળના ભક્તો દ્વારા સોમવારે એક કરોડ એક લાખ મંત્રજાપ પૂર્ણ કરવામાં આવ્યા. દોઢ વર્ષ પહેલા શરૂ કરાયેલા આ જાપ પૂર્ણ થતાં ભગવાનને ધાન્ય–કઠોળ અર્પણ કરી પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો હતો.

ધૂણા મંડળના મહેન્દ્રભાઈ વ્યાસની પ્રેરણાથી અમદાવાદ, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા અને પાટણ સહિત વિવિધ જિલ્લાઓના સો જેટલા ભક્તોએ પોતાના ઘરે ઇષ્ટદેવના મંત્રજાપ દાળ, ચોખા, ઘઉં, મગ જેવી ધાન્ય ચીજવસ્તુઓ સાથે કર્યા હતા. જાપ પૂર્ણ થતાં ભગવાનને ભોગ ધરાવી પ્રસાદ બનાવવામાં આવ્યો અને ભજન-કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

મહેન્દ્રભાઈ વ્યાસે જણાવ્યું હતું કે જપ યજ્ઞ શ્રેષ્ઠ યજ્ઞ છે અને ભગવાન સર્વમાં વ્યાપી રહ્યા છે, તે ભાવનાથી આ આયોજન કરાયું હતું. આ પ્રસંગે સ્વામી દયાનંદ મુંડિયા અને ગુરુ બ્રહ્માનંદ વિષયક વ્યાખ્યાન પણ આપવામાં આવ્યું હતું, જ્યારે પૂર્ણાહુતિ પ્રસંગે અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande