ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે ગાંધીનગર જિલ્લા ભારત સ્કાઉટ સંઘ દ્વારા, રાજ્યપાલ પુરસ્કાર એવોર્ડની જિલ્લા કક્ષાની પરીક્ષા યોજાઈ
ગાંધીનગર, 05 જાન્યુઆરી (હિ.સ.) : આજરોજ ગાંધીનગર જિલ્લા ભારત સ્કાઉટ સંઘ દ્વારા રાજ્યપાલ પુરસ્કાર એવોર્ડની જિલ્લા કક્ષાની પરીક્ષા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિર્સિટી ખાતે યોજવામાં આવી હતી. આ પરીક્ષા ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી. એસ. જોષીના અ
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી


ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી


ગાંધીનગર, 05 જાન્યુઆરી (હિ.સ.) : આજરોજ ગાંધીનગર જિલ્લા ભારત સ્કાઉટ સંઘ દ્વારા રાજ્યપાલ પુરસ્કાર એવોર્ડની જિલ્લા કક્ષાની પરીક્ષા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિર્સિટી ખાતે યોજવામાં આવી હતી. આ પરીક્ષા ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી. એસ. જોષીના અધ્યક્ષાસ્થાને યોજવામાં આવી હતી. આ અવસરે ગાંધીનગર જિલ્લા ભારત સ્કાઉટ સંઘના ચીફ કમિશનર રતિલાલ જોષી, સ્કાઉટ કમિશનર યુવરાજસિંહ વાઘેલા, મહામંત્રી અંજનાબહેન ચૌધરી, એકતાસિંઘ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘ વતી ગાંધીનગર જિલ્લામાં ચાલતી સ્કાઉટ અને ગાઈડની પ્રવૃત્તિને વેગ પૂરો પાડવા માટે ગાંધીનગર જિલ્લાની તમામ માધ્યમિક, પ્રાથમિક, સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ એમ તમામ શાળાઓમાં સ્કાઉટ ગાઈડની સુંદર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓએ પ્રથમ સોપાન, દ્વિતીય સોપાન અને તૃતીય સોપાન પૂર્ણ કર્યું હોય તેવા સર્વ વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રીના એવોર્ડથી સન્માનવા માટેની પરીક્ષા આજ રોજ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ખાતે ગાંધીનગર જિલ્લા ભારત સ્કાઉટ સંઘ દ્વારા યોજવામાં આવી હતી.

જેમાં રાજ્યના મુખ્ય પરીક્ષક તરીકે મનહરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર જિલ્લાના પરીક્ષક તરીકે કમલેશભાઈ રાવલ, સુનિતાજી, ધીરજબા, દક્ષાબાએ કામગીરી કરી હતી.

આજ રોજ લેવાયેલ પરીક્ષામાં ગાંધીનગર જિલ્લાની વિવિધ શાળાઓના ત્રણ સોપાન પાસ કરેલાં સ્કાઉટ ગાઈડના 101 વિદ્યાર્થીઓ રાજ્યપાલ પુરસ્કાર પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પરીક્ષામાં લેખિત, મૌખિક અને પ્રેક્ટિકલ એમ ત્રણ પ્રકારે પરીક્ષા લેવામાં આવી હતી અને સદર લેખિત પરીક્ષાના પેપરો ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ સંઘને સુપરત કરવામાં આવ્યા હતા.

આગામી 28 જાન્યુઆરી 2026ના રોજ રાજભવન, ગાંધીનગર ખાતે માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ્હસ્તે રાજ્યપાલ એવોર્ડમાં પાસ થનારાં સ્કાઉટ ગાઈડનાં વિદ્યાર્થીઓને આદરણીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ્હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande