હારીજ નગરપાલિકાના કર્મચારીઓની વાટાઘાટો બાદ તેમની હડતાળનો અંત
પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.) હારીજ નગરપાલિકાના 16 ઓપરેટર અને ડ્રાઇવરોએ પગાર વધારા અંગે સંતોષકારક વાટાઘાટો બાદ તેમની હડતાળ સમેટી લીધી છે. શુક્રવારથી કામથી અળગા રહેલા કર્મચારીઓ સોમવારથી ફરી પોતાની ફરજ પર પરત ફર્યા છે. હડતાળના સમાધાન માટે પૂર્વ કેબિને
હારીજ નગરપાલિકાના કર્મચારીઓની વાટાઘાટો બાદ તેમની હડતાળનો અંત


પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.) હારીજ નગરપાલિકાના 16 ઓપરેટર અને ડ્રાઇવરોએ પગાર વધારા અંગે સંતોષકારક વાટાઘાટો બાદ તેમની હડતાળ સમેટી લીધી છે. શુક્રવારથી કામથી અળગા રહેલા કર્મચારીઓ સોમવારથી ફરી પોતાની ફરજ પર પરત ફર્યા છે.

હડતાળના સમાધાન માટે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર અને ઉદ્યોગપતિ જલિયાણ ગ્રુપના મિતેશ ઠક્કરે મધ્યસ્થી કરી હતી. તેમની મદદથી પાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો અને કર્મચારીઓ વચ્ચે સફળ વાટાઘાટો થઈ હતી.

વાટાઘાટોના અંતે કર્મચારીઓને પગાર વધારો અને અન્ય માંગણીઓનો સકારાત્મક ઉકેલ લાવવાની બાંયધરી આપવામાં આવી હતી, જેના પગલે હડતાળનો અંત આવ્યો. નોંધનીય છે કે આ કર્મચારીઓ ટ્યુબવેલ સંચાલન, સફાઈ વાહનો અને પાણીના ટેન્કર જેવી આવશ્યક સેવાઓમાં કાર્યરત છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande