સિદ્ધપુરમાં ‘સ્પર્શ’ અભિયાન અંતર્ગત શાળાના આચાર્યોને વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.) : સિદ્ધપુરમાં રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાન ‘સ્પર્શ’ હેઠળ 85 શાળા આચાર્યો માટે વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. BRC સિદ્ધપુર બ્લોક સંયોજક લલિતભાઈના સહયોગથી યોજાયેલા આ સત્રમાં બાળકોના સુરક્ષિત બાળપણ, માનસિક સ્વ
સિદ્ધપુરમાં ‘સ્પર્શ’ અભિયાન અંતર્ગત શાળાના આચાર્યોને વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.) : સિદ્ધપુરમાં રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાન ‘સ્પર્શ’ હેઠળ 85 શાળા આચાર્યો માટે વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. BRC સિદ્ધપુર બ્લોક સંયોજક લલિતભાઈના સહયોગથી યોજાયેલા આ સત્રમાં બાળકોના સુરક્ષિત બાળપણ, માનસિક સ્વાસ્થ્ય અને ડિજિટલ સુખાકારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

તાલીમ સત્રનો મુખ્ય હેતુ બાળ શોષણ સામે જાગૃતિ લાવવાનો તથા બાળકોને સંભવિત જોખમોથી બચાવવા માટે માર્ગદર્શન આપવાનો હતો. ખાસ કરીને ઇન્ટરનેટના દુરુપયોગ, સાયબર ધમકીઓ અને ડિજિટલ યુગમાં બાળકોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

સત્ર દરમિયાન 10 વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળતા અભ્યાસનો તણાવ, સામાજિક દબાણ અને માનસિક બોજ હળવો કરવાના ઉપાયો સમજાવવામાં આવ્યા. અભિયાનના સ્વયંસેવક સારિકા ચતુર્વેદીએ PPT, ફ્લેક્સ અને કાર્ટૂન મૂવીના માધ્યમથી વિષયને અસરકારક રીતે રજૂ કર્યો હતો.

કટોકટીના સમયે મદદ માટે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, સાયબર હેલ્પલાઇન 1930 અને stopncii જેવી વેબસાઇટ્સની માહિતી આપવામાં આવી. આચાર્યોએ શાળાઓમાં બાળકો અને વાલીઓ સુધી આ સંદેશ પહોંચાડવાની ખાતરી આપી, જ્યારે અંતે BRC સંયોજક લલિતભાઈએ કાર્યક્રમના આયોજકો અને સ્વયંસેવકોનો આભાર માન્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande