પોરબંદરના રાણાવાવ બસ સ્ટેશન ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પોરબંદર, 05 જાન્યુઆરી (હિ.સ.) : સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા તા.1લી જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2026 સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં પણ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્
રાણાવાવ બસ સ્ટેશન ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


રાણાવાવ બસ સ્ટેશન ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


રાણાવાવ બસ સ્ટેશન ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 05 જાન્યુઆરી (હિ.સ.) : સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા તા.1લી જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2026 સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં પણ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની સૂચના મુજબ તેમજ ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ. એમ.એલ. આહિરના માર્ગદર્શન હેઠળ રાણાવાવ બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં ટ્રાફિક ટીમ દ્વારા માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ભારત દેશમાં દરરોજ વાહન અકસ્માતમાં 450 અને ગુજરાત રાજ્યમાં 20 કરતા પણ વધુ લોકો કે જે એકદમ સ્વસ્થ નિરોગી હોવા છતાં મૃત્યુ પામે છે જે આપણા સૌ માટે ચિંતાનો વિષય છે, વાહનચાલકો દ્રારા ટ્રાફિક નિયમો જેવા કે ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ, હેલ્મેટ ન પહેરવો, સીટ બેલ્ટ ન બાંધવો, રોંગ સાઈડમાં વાહન ચલાવવુ, ઓવરસ્પીડથી વાહન ચલાવવું, વાહનમાં પરમીટ કરતા વધુ પેસેન્જર બેસાડવા, નિયમ વિરૂદ્ધ ઓવરટેક કરવો વિગેરે નિયમોનો ભંગ કરવાથી ગંભીર તેમજ જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે, જેથી આવા અકસ્માતો નિવારવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત લોકોને રાહવીર યોજના વિશે માહિતી આપવામા આવેલ હતી કે આ યોજનાનુ પહેલા ગુડ સમરીટન યોજના નામ હતું અને તેમાં અકસ્માતમાં ઘવાયેલ કે ઈજાગ્રસ્ત વ્યકિતને અકસ્માત થયાના પ્રથમ કલાકમાં સારવારમાં હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડનાર નાગરિકને પ્રશંસા પત્ર તથા રોકડ પુરસ્કાર પાંચ હજાર આપવામાં આવતું હતું પરંતુ હવે ગુડ સમરીટન યોજનાને બદલે પેલી જૂન-2025 થી સરકાર તરફથી “રાહ-વીર યોજના” અમલમાં મૂકેલ છે જેમાં સરકારએ રોકડ પુરસ્કારની રકમ પાંચ હજારથી વધારીને પચ્ચીસ હજાર કરવામાં આવેલ છે, આ રાહવીર યોજના હેઠળ અકસ્માતમાં ઘાયલ કે ઈજાગ્રસ્ત વ્યકિતને નિસ્વાર્થ ભાવે મદદ કરનાર નાગરિકને “રાહ-વીર પ્રશંસા પત્ર” અને રૂપિયા 25 હજાર રોકડ પુરસ્કાર સરકાર તરફથી આપવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande