ગુજરાતમાં લા-નિનાને કારણે 15 જાન્યુ. સુધી કોલ્ડ વેવની આગાહી,સૌથી ઓછું નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન
અમદાવાદ,06 જાન્યુઆરી (હિ.સ.) રાજ્યમાં હવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી મુજબ, આગામી એક દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ખાસ કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના
ગુજરાતમાં લા-નિનાને કારણે 15 જાન્યુ. સુધી કોલ્ડ વેવની આગાહી


અમદાવાદ,06 જાન્યુઆરી (હિ.સ.) રાજ્યમાં હવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી મુજબ, આગામી એક દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ખાસ કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નલિયા 7.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. ત્યાર બાદ ડીસામાં 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે વહેલી સવારે અને મોડીરાત્રે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

આગામી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી પાંચ દિવસ લઘુતમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં થાય. એ બાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ધીરે ધીરે વધારો થશે. રાજ્યમાં આજથી મહત્તમ તાપમાન 1થી 2 વધઘટ રહેશે, જ્યારે લઘુતમ તાપમાન રાત્રે 1થી 2 ડિગ્રીનો સામાન્ય ફેરફાર રહેશે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાને લીધે ઠંડીનો ચમકારો રહેશે. રાત્રે પવનની ગતિમાં વધારો રહેતાં ઠંડીનો અહેસાસ થશે.

તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ થોડું ઘટશે અને લોકોને રાહત મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે હોવા છતાં રાત્રિના સમયે ઠંડી યથાવત્ રહેશે. પવનની દિશામાં ફેરફાર થવાથી તાપમાનમાં આગળ પણ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. મહત્ત્વની વાત એ છે કે હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી 9 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી અને વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે.

લા-નિના એ અલ-નિનોના બરાબર વિરુદ્ધ છે. જ્યારે પૂર્વીય પ્રશાંત મહાસાગર ક્ષેત્રની સપાટી પર હવાનું દબાણ ઓછું હોય છે ત્યારે એક પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેને લા-નિના કહેવામાં આવે છે. જ્યારે આ પરિસ્થિતિ થાય છે ત્યારે દરિયાની સપાટીનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટે છે, જે વિશ્વભરના તાપમાનને અસર કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande