જામનગર મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં 155.37 કરોડના વિકાસ કામોને મંજૂરી અપાઈ
જામનગર, 06 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 155.37 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. મંજૂર કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં ખંભાળિયા બાયપાસ જંકશન (નાઘેડી બાયપાસ) પર ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટ
સ્ટેન્ડિંગ કમિટી બેઠક


જામનગર, 06 જાન્યુઆરી (હિ.સ.) :

જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 155.37 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. મંજૂર કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં ખંભાળિયા બાયપાસ જંકશન (નાઘેડી બાયપાસ) પર ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે 137.70 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ઢીચડામાં સર્વે નંબર 48ની જગ્યામાં મોટા અને નાના પ્રાણીઓ માટે બે એનિમલ ક્રિમેટોરિયમ (શબદાહગૃહ)ના સપ્લાય, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટે 622.42 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

શહેરી માળખાકીય સુવિધાઓના વિકાસ માટે પણ નોંધપાત્ર ભંડોળ ફાળવવામાં આવ્યું છે. જેમાં સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર ડીપી રોડ અને સીસી રોડ માટે 241.27 લાખ રૂપિયા, વોર્ડ નંબર 9માં સીસી રોડ માટે 57.58 લાખ રૂપિયા, અને વોર્ડ નંબર 5માં સીસી રોડ તથા પેવર બ્લોક માટે 250 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે.

ભૂગર્ભ ગટરના મજબૂતીકરણ માટે 22 લાખ અને 13.90 લાખ રૂપિયા, તેમજ વોર્ડ નંબર 1 થી 5માં ભૂગર્ભ ગટર નેટવર્કિંગ માટે 29 લાખ રૂપિયા અને વોર્ડ નંબર 9 થી 12 માટે 12.50 લાખ રૂપિયા મંજૂર કરાયા છે.

અન્ય મંજૂર થયેલા કાર્યોમાં ટીપી સ્કીમ નંબર 3એફપી નંબર 84/87/88 ખાતે નવી કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે 178.6 લાખ રૂપિયા, મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં હોટ વોટર ટેન્ક બનાવવા માટે 56.40 લાખ રૂપિયા, અને લેપટોપ, પ્રિન્ટર, યુપીએસની ખરીદી માટે 131.97 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. ટીપી સ્કીમ બનાવવા અને સર્વે કરવા માટે 70 લાખ રૂપિયા, લાઇટ શાખાની મેઇન્ટેનન્સ કામગીરી માટે 10 લાખ રૂપિયા, વોર્ડ 4માં પેવર બ્લોક માટે 10.17 લાખ રૂપિયા, રોડ પેઇન્ટિંગ, ફર્નિચર, ક્રોસિંગ અને આઇલેન્ડ ડેવલપ કરવા માટે 123.90 લાખ રૂપિયા, સમર્પણ રોડથી બેડી રોડ જંકશન માટે મેટલિંગના 63.77 લાખ રૂપિયા, વોર્ડ નંબર 7માં સિવિક સેન્ટર માટે 59.51 લાખ રૂપિયા અને સ્વચ્છતા સર્વેક્ષણ માટે પ્રચાર-પ્રસારના 8.45 લાખ રૂપિયા પણ મંજૂર કરવામાં આવ્યા છે.

આ બેઠક ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં મેયર વિનોદ ખીમસુર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જિનિયર ભાવેશ જાની, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા અને જીજ્ઞેશ નિર્મળ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande