શંકાસ્પદ દાગીના તથા રોકડ સાથે એક ઇસમને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ 6 જાન્યુઆરી (હિ.સ.) મળેલ બાતમી હકીકત આધારે નીચે જણાવેલ નામવાળા ઇસમની અંગઝડતી કરતા તેની પાસેથી સોના જેવી ધાતુની લગડી મળી આવેલ તેમજ અલગ-અલગ દરની ચલણી નોટો તથા મોબાઇલ ફોન મળી આવેલ હોય, જેથી આ ઇસમ પાસેથી મળી આવેલ સોના જેવી ધાતુ અને રોકડ રૂપિ
શંકાસ્પદ દાગીના તથા રોકડ સાથે એક ઇસમને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ 6 જાન્યુઆરી (હિ.સ.) મળેલ બાતમી હકીકત આધારે નીચે જણાવેલ નામવાળા ઇસમની અંગઝડતી કરતા તેની પાસેથી સોના જેવી ધાતુની લગડી મળી આવેલ તેમજ અલગ-અલગ દરની ચલણી નોટો તથા મોબાઇલ ફોન મળી આવેલ હોય, જેથી આ ઇસમ પાસેથી મળી આવેલ સોના જેવી ધાતુ અને રોકડ રૂપિયા બાબતે પુછપરછ કરતા આ તમામ દાગીના તથા રોકડ તેને અગાઉ ઘણીવાર ચોરીના ગુન્હામાં પકડાયેલ વિનોદ ઉર્ફે ઇગુડો ગોવિંદ ઉર્ફે મુંગો ધીરૂભાઇ રહે ગુંદાળા વિસ્તાર, ખાખરીયા ગામના પાટીયા પાસે, શીહોર, જી.ભાવનગર હાલ રહે. સ્મશાનની બાજુમાં, સીંગાડા નાકા, મોટા વરાછા, સુરતવાળાએ આપેલ હોવાનું જણાવતો હોય અને સદરહુ મુદામાલ બાબતે વિશેષ કોઇ હકીકત જણાવતો ન હોય તેમજ ચોક્કસ આધારા પુરાવાઓ રજુ કરતો ન હોય જેથી આ દાગીના તથા રોકડ તેણે ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાતા સદર ઇસમને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આ બાબતે આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે.

- પકડેલ ઇસમ :-

(૧) નાનજીભાઇ બાબુભાઇ પરમાર, કાપોદ્રા, તા.જી.સુરત

પકડેલ મુદામાલ:-

૨૦ કેરેટ સોનાની લગડી જેનું વજન ૧૬.૯૦૦ ગ્રામ જેની કિ.રૂ.૧,૮૦,૦૦૦/-

અલગ-અલગ દરની ચલણી નોટો મળી કુલ રોકડ રૂા. ૨૮,૦૦૦/-

મોબાઇલ ફોન કી.રૂ.૫,૦૦૦/-

કુલ મુદામાલ કિ.રૂા.૨.૧૩,૦૦૦/-

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande