
ગીર સોમનાથ 06 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથ.જીલાના તાલાળા ના સુરવા માધુપુર રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં કાકા ભત્રીજા સહિત ત્રણ ના મોત થયા હતા. નાળિયેર ભરેલ છકડો, આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત.થયો હતો અકસ્માત માં ત્રણ ના ઘટના સ્થળે મોત નિપજયા હતા.
પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડાવા આવ્યા હતા. મૃતકોમાં કાકા ભત્રીજા તાલાળા ના જાવંત્રી ગામના વતની હતા, જયારે એક તાલાળા નો વતની હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ