જામનગરમાં રેસ્ટોરન્ટ સંચાલકનો ઝેરી દવા ગટગટાવી આપઘાત : પોલીસકર્મી ઉપર ત્રાસનો આક્ષેપ
જામનગર, 06 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરના હવાઇચોક વિસ્તારમાં રહેતા અને દિ. પ્લોટ વિસ્તારમાં જલારામ રેસ્ટોરન્ટવાળા વેપારી યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજયુ છે જેના કારણે શોકની લાગણી ફેલાઇ ગઇ છે, અલગ અલગ વ્યકિતઓને આપેલી રકમ પરત નહી મળતા પગ
રેસ્ટોરન્ટ સંચાલકનું શંકાસ્પદ મોત


જામનગર, 06 જાન્યુઆરી (હિ.સ.) :

જામનગરના હવાઇચોક વિસ્તારમાં રહેતા અને દિ.

પ્લોટ વિસ્તારમાં જલારામ રેસ્ટોરન્ટવાળા વેપારી યુવાને ઝેરી દવા પી લેતા

મૃત્યુ નિપજયુ છે જેના કારણે શોકની લાગણી ફેલાઇ ગઇ છે, અલગ અલગ વ્યકિતઓને

આપેલી રકમ પરત નહી મળતા પગલુ ભરી લીધાનું પોલીસમાં જાહેર થયુ છે જેના આધારે

આ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરમાં

હવાઈ ચોક વિસ્તારમાં રહેતા અને રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા મયુર

હરીશભાઈ ગણાત્રા નામના ૪૧ વર્ષના વેપારી યુવકે પોતાના ઘેર ઝેરી દવા પી લીધી

હતી આથી તેઓને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઉલટી થતા

જી.જી. હોસ્પિટલ ખાતે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું.

મૃતક

વેપારી યુવાને પોતે બીજાને આપેલા ઉછીના પૈસા પરત મળ્યા ન હોવાના કારણે આ

પગલું ભરી લીધાનુ અનુમાન કરાયું છે. ઉપરાંત તેમાં એક પોલીસ કર્મચારીની પણ

ભૂમિકા હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.

જોકે

સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. આ

બનાવને લઈને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મૃતકના

ખિસ્સામાંથી એક ડાયરી મળી આવી છે. જેમાં કેટલાક નામના વ્યક્તિઓને ઉલ્લેખ

કરીને પૈસાની આવક જાવકના હિસાબો પણ લખેલા છે. જે ડાયરી પોલીસ દ્વારા કબજે

કરી લઈ સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવાઈ રહી છે.

દરમ્યાનમાં

હવાઇચોક નાગરચકલો શ્રીનાથજી એપાર્ટમેન્ટ ખાતે રહેતા વેપારી તુષાર હરીશભાઇ

ગણાત્રા દ્વારા સીટી-એ ડીવીઝનમાં જાહેર કરવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યુ

હતું કે મરણજનારે અલગ અલગ વ્યકિતઓને હાથ ઉછીના રૂપીયા આપેલ હોય અને આપેલ

રૂપીયા બાબતની ડાયરી પોતાની પાસે હોવાનું જણાવતા હોય આ લોકો રૂપીયા પરત

આપતા ન હોય જેથી કંટાળી જઇ જંતુનાશક દવા પી લેતા બનાવ બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande