
પાટણ, 06 જાન્યુઆરી (હિ.સ.)તાલુકા હેલ્થ ઓફીસ સિદ્ધપુર ના સ્ટાફ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ ચૌધરી ના જન્મ દિવસ નિમિતે તેમના દ્વારા આપેલ પ્રેરણા અનુસાર અતિ મહત્વના એવા ટી.બી હારેગા, દેશ જીતેગા કેમ્પેઈન અંતર્ગત સિદ્ધપુર તાલુકા ના ૧૦૮ ટી.બી નાં દર્દી ને નિક્ષય પોષણ સહાય કીટ નું તાલુકા ના સ્ટાફ દ્વારા વિતરણ કરવામાં આવ્યું. જેમાં પોષણ કીટમાં ચણા, મગ, ખજુર, તેલ અને ગોળ નું વિતરણ કરવામાં આવ્યું જેનાથી ટી.બી નાં દર્દી ને યોગ્ય પોષણ મળી રહે અને તંદુરસ્તી જળવાઈ રહે.આવી અનોખી પહેલ કરી અને ઉમદા સેવાકીય પ્રવૃત્તિ દ્વારા તેમનો જન્મ દિવસ ઉજવવાની પ્રેરણા આપી તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ ચૌધરીએ ટી.બી દર્દી ના કલ્યાણ અર્થે ખુબજ માનવીય અને સેવાકીય અભિગમ અપનાવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ