
સુરત, 06 જાન્યુઆરી (હિ.સ.) સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાત્રે લગભગ 2 વાગ્યે અંગ્રેજીમાં ઈ-મેલ દ્વારા RDXથી ઉડાવી દેવાની ધમકી મળતાં શહેરમાં ચકચાર મચી ગઈ. સવારે કોર્ટ સ્ટાફે મેઈલ જોયા બાદ તરત જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને જાણ કરી.
જજના આદેશ બાદ કોઈ પણ વિલંબ કર્યા વગર પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ પહોંચી જતાં કોર્ટ પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી અને એહતિયાતરૂપે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો.સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે કોર્ટ તથા આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે. હાલ તપાસ ચાલુ છે અને ધમકી આપનારની ઓળખ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે