પાટણ નગરપાલિકામાં છેલ્લા એક મહિનાથી જન્મ-મરણના દાખલા મેળવવા અરજદારોને ભારે મુશ્કેલી
પાટણ, 07 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ નગરપાલિકામાં છેલ્લા એક મહિનાથી જન્મ-મરણના દાખલા મેળવવા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈ-ઓળખ વેબસાઈટ બંધ હોવાનું કારણ આપી પાલિકા દ્વારા અરજદારોને ધરમધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે, જ્યારે અન્ય પાલ
પાટણ નગરપાલિકામાં છેલ્લા એક મહિનાથી જન્મ-મરણના દાખલા મેળવવા અરજદારોને ભારે મુશ્કેલી


પાટણ નગરપાલિકામાં છેલ્લા એક મહિનાથી જન્મ-મરણના દાખલા મેળવવા અરજદારોને ભારે મુશ્કેલી


પાટણ, 07 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ નગરપાલિકામાં છેલ્લા એક મહિનાથી જન્મ-મરણના દાખલા મેળવવા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈ-ઓળખ વેબસાઈટ બંધ હોવાનું કારણ આપી પાલિકા દ્વારા અરજદારોને ધરમધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે, જ્યારે અન્ય પાલિકાઓમાં પ્રક્રિયા નિયમિત રીતે ચાલી રહી છે.

આ સમસ્યાના ઉકેલ માટે નાયબ મુખ્ય રજિસ્ટ્રાર, ગાંધીનગર દ્વારા 31 ડિસેમ્બર 2025ના રોજ પરિપત્ર જાહેર કરી તમામ ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીઓને જરૂરી સુધારા કરવા સૂચના અપાઈ હતી. તેમ છતાં પાટણમાં તેનો અમલ ન થતાં આજે બનાસકાંઠાથી આવેલા એક અરજદારને દાખલો ન મળતાં વિવાદ સર્જાયો હતો, જે અંતે ધારાસભ્યના હસ્તક્ષેપ બાદ રજિસ્ટ્રાર દ્વારા દાખલો આપવામાં આવ્યો હતો.

પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે ચીફ ઓફિસર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ પરિપત્રની અમલવારી કરાવવાને બદલે માત્ર ફોટો સેશનમાં વ્યસ્ત રહે છે. બાળકોના એડમિશન, આધાર કાર્ડ, પાસપોર્ટ અને જાતિના દાખલા જેવા મહત્વના કામો માટે જન્મ-મરણના દાખલા અનિવાર્ય હોવાથી પાલિકા ત્વરિત પગલાં ભરે તેવી જનમાગ ઉઠી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande