માણાવદરમાં લાયન્સ ક્લબ દ્વારા નેત્ર યજ્ઞ, આયુર્વેદિક કેમ્પ
જૂનાગઢ 07 જાન્યુઆરી (હિ.સ.)માણાવદરમાં લાયન્સ ક્લબ દ્વારા નેત્ર યજ્ઞ, આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવશે. જુનાગઢ જિલ્લાના માણાવદર લાયન્સ ક્લબનાં ઉપક્રમે સ્વ. અંજનાબેન લખુમલ જીવનાણીના સ્મરણાર્થે જીવનાણી પરિવારના સહયોગથી વિનામૂલ્યે નેત્રયજ્ઞ અને આ
માણાવદરમાં લાયન્સ ક્લબ દ્વારા નેત્ર યજ્ઞ, આયુર્વેદિક કેમ્પ


જૂનાગઢ 07 જાન્યુઆરી (હિ.સ.)માણાવદરમાં લાયન્સ ક્લબ દ્વારા નેત્ર યજ્ઞ, આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવશે. જુનાગઢ જિલ્લાના માણાવદર લાયન્સ ક્લબનાં ઉપક્રમે સ્વ. અંજનાબેન લખુમલ જીવનાણીના સ્મરણાર્થે જીવનાણી પરિવારના સહયોગથી વિનામૂલ્યે નેત્રયજ્ઞ અને આર્યુવેદિક કેમ્પ આયોજન 8 જાન્યુઆરીને ગુરુવારે લાયન્સ સ્કૂલ, મહાદેવિયા રોડ ખાતે કરાશે. કેમ્પમાં મોતિયા, ઝામર વિગેરે ઓપરેશન લાયક દર્દીઓને વાહન દ્વારા વીરનગર લઈ જવાશે. તેમ લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande