
વલસાડ, 07 જાન્યુઆરી (હિ.સ.): વલસાડમાં ઉમરગામના સરીગામ વિસ્તારમાં આવેલી સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન (SIA) કચેરી ખાતે સ્વ. એન. આર. અગ્રવાલજીની પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન શિબિર યોજાઈ હતી. SIA અને એન. આર. અગ્રવાલ કંપની દ્વારા, છેલ્લા 11 વર્ષથી સંયુક્તપણે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર યઝદી ઇટાલિયા તેમજ ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર ઉપસ્થિત રહ્યા હતા. એન. આર. અગ્રવાલ કંપની તરફથી રાજુ અગ્રવાલ અને પરિવારજનોએ સ્વ. એન. આર. અગ્રવાલજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા. SIAના પૂર્વ પ્રમુખ શિરીષ દેસાઈ અને વર્તમાન પ્રમુખ નિર્મલ દુધાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. વલસાડ જિલ્લાની ચાર બ્લડ બેન્કના ડોકટરો અને સ્ટાફે સેવા આપી હતી, જેમનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે