
પાટણ, 07 જાન્યુઆરી (હિ.સ.) : પાટણમાં મહિલા મંડળ દ્વારા કન્યાઓ માટે માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો. મહિલા મંડળ દ્વારા આયોજિત ચતુર્વિધ કાર્યક્રમમાં સંસ્થાની 70 તાલીમાર્થી કન્યાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ, એલ.આઈ.સી. અધિકારી ભાર્ગવભાઈ, જનનિધિના હિરેનભાઈ તથા પુનાભા કેન્દ્રના દર્શનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
વક્તાઓએ કન્યાઓને પગભર બની અંધશ્રદ્ધાથી દૂર રહી સમાજમાં જાગૃતિ લાવવાની સમજ આપી હતી. બહેનોને પોતાના હક અને અધિકારો અંગે જાગૃત રહી આત્મવિશ્વાસથી આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઘેર બેઠા કમાવાની વિવિધ તકો અંગે માહિતી આપવામાં આવી, જેથી કન્યાઓ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે. આ પ્રસંગે પ્રમુખ આશાબેન સહિત મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સુંદર સંચાલન સ્મિતાબેન ભોજકે કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ