
સુરત, 07 જાન્યુઆરી (હિ.સ.): સુરતના મોટા વરાછા રિંગરોડ પર ટ્રાફિક વચ્ચે એક સગીર યુવકે બાઈક પર જોખમી સ્ટંટ કર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સ્ટંટ દરમિયાન અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવને જોખમમાં મૂકવામાં આવ્યા હતા, જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
વિડિયો સામે આવતા જ ઉત્રાણ પોલીસ હરકતમાં આવી હતી. સીસીટીવી અને ટેકનિકલ તપાસ બાદ બાઈક ચાલક 17 વર્ષનો સગીર હોવાનું સામે આવ્યું. ત્યારબાદ પોલીસે સગીર અને તેના પિતાને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.
પોલીસ સ્ટેશનમાં સગીરના પિતાએ, પુત્રની ભૂલ બદલ માફી માંગી અને અન્ય વાલીઓને બાળકો પર નજર રાખવાની અપીલ કરી. પોલીસે જાહેર માર્ગો પર સ્ટંટબાજી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે