

પોરબંદર, 07 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાત રાજ્ય દરિયાઈ અને જમીની એમ બંને માર્ગે પાકિસ્તાન સાથે જોડાયેલું છે ત્યારે ગુજરાત પર આતંકીઓ હુમલો ન કરે તેમજ ગુજરાત થકી પાકિસ્તાની આતંકીઓ દેશમાં ઘુસપેઠ ન કરે તે માટે સમયાંતરે સુરક્ષા એજન્સીઓ દ્વારા વિવિધ મોકડ્રિલનું આયોજન કરાતું હોય છે. તેમાં પણ પોરબંદરનો દરિયાઓ ખુબજ સંવેદનશીલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1992માં મુંબઈ સિરિયલ બ્લાસ્ટ વખતે આર.ડી. એક્સ પોરબંદરના ગોસાબારામાં લેન્ડ કરાયો હતો તેમજ 2008 માં મુંબઈ આતંકી હુમલા વખતે પણ પાકિસ્તાની ઘુસપેઠ દ્વારા પોરબંદરની કુબેર બોટનું અપહરણ કરી મુંબઈ પહોંચ્યા હતા ત્યારે આવી ઘટના ફરી ન બને તે માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કોસ્ટલ સિક્યોરિટી માટે એક એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવે છે.
પોરબંદરના દરિયામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા પોરબંદર પોલીસ સાથે રહી બે દિવસીય એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત બે ફોર્સ બનાવવામાં આવી છે જેમાં રેડ ફોર્સ એટલે કે આતંકીઓ અને બ્લુ ફોર્સ એટલે ભારતની સુરક્ષા એજન્સીઓ. પોરબંદર એસ.પી. ભગીરથસિંહ જાડેજાએ આ બને દિવસના સાગર સુરક્ષા કવચ વિષે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે દરિયાઈ સુરક્ષામાં વધારો થઇ શકે તે માટે દર વર્ષે સરકાર દ્વારા સાગર સુરક્ષા કવચ યોજવામાં આવે છે જેમાં કોસ્ટલ સિક્યોરિટીની તમામ એજન્સીઓ સાથે મળી એક્સરસાઈઝ કરે છે જેમાં રેડ ફોર્સ અને બ્લુ ફોર્સની ટિમ બનાવવામાં આવે છે જેમાં રેડ ફોર્સ એટલે આતંકીઓ અને બ્લુ ફોર્સ એટલે સુરક્ષા એજન્સીઓ હોય છે.
આ એક્સરસાઈઝ દરમિયાન બ્લુ ફોર્સ દ્વારા રેડફોર્સનાં હુમલાને નાકામ કરવાનું કામ હોય છે જયારે રેડ ફોર્સને અલગ અલગ પોઈન્ટ પર હુમલો કરવાના ટાર્ગેટ આપેલા હોય છે. આ એક્સરસાઈઝ દરમિયાન તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મળી કામ કરે છે અને રેડ ફોર્સના હુમલાને નાકામ બનાવે છે. આ બે દિવસની એક્સરસાઈઝ દરમિયાન દરિયાઈ વિસ્તારમાં ચેકીંગ, લેન્ડિંગ પોઈન્ટ અને અલગ અલગ ચેક-પોસ્ટ પર પોલીસ ફોર્સને ડિપ્લોય કરવામાં આવી હતી તેમજ કોસ્ટલ હાઈવે પર સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પોરબંદર એસ.પી. ભગીરથસિંહ જાડેજાએ આજે 7 જાન્યુઆરીના રોજ પત્રકાર પરિષદનું આયોજન કરી માહિતી આપતા જણાવ્યું હતું કે, સાગર સુરક્ષા અંતર્ગત તમામ કોસ્ટલ સિક્યોરિટી સાથે મળી બે દિવસની એક્સરસાઈઝનું આયોજન કર્યું હતું જેમાં રેડ ફોર્સ એટલે કે આતંકીઓ અને બ્લુ ફોર્સ એટલે કે સુરક્ષા એજન્સીઓ એમ બે ટિમ બનાવવામાં આવી હતી. રેડ ફોર્સને એટલેકે આતંકીઓને અલગ અલગ પોઈન્ટ પર હુમલો કરવાના ટાર્ગેટ આપવામાં આવ્યા હતા જયારે બ્લુ ફોર્સને આ હુમલાને નિષ્ફળ બનાવવા માટે કામ કરતી હોય છે. આ બે દિવસ દરમિયાન ચાર જેટલી બોટને ઝડપી રેડ ફોર્સના હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.
પોરબંદર એસ.પી. જણાવ્યું હતું કે, આ બે દિવસ દરમિયાન તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કામ કરતી હોય છે જેનો મુખ્ય ઉદેશ્ય સુરક્ષા એજન્સીઓની સતર્કતા તપાસવાનો અને જો તેમાં કોઈ વધારો કરવાની જરૂરિયાત જણાઈ તો તે કરી શકાય તે માટેનો હોય છે. વધુમાં એસ.પી. જાડેજાએ જણાવ્યું હતું કે, આ બે દિવસ દરમિયાન દરિયાઈ વિસ્તારમાં સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ અલગ અલગ ચેકપોસ્ટ અને લેન્ડિંગ પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવ્યો હતો તેમજ કોસ્ટલ હાઈવે પર પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. આ એક્સરસાઇઝ મુખ્યત્વે અલગ-અલગ સુરક્ષા એજન્સીઓ સાથે મળી વધુ સારા કો-ઓર્ડિનેશનથી કામ કરે તે માટે યોજવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya