સોમનાથમાં આગામી ત્રણ દિવસ વિશેષ કાર્યક્રમો, વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેશે
સોમનાથ, 7 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથમાં આગામી ત્રણ દિવસ વિશેષ કાર્યક્રમો યોજાશે. મહમદ ગજનવી દ્વારા ધ્વસ્ત કરાયેલા સોમનાથ મંદિરને અતુટ આસ્થાને 1 હજાર વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમો 8, 9 અને 10 તારીખ સોમનાથ મંદિર પરિસરમાં અખંડ ૐ કાર નામના જાપ કરાશે
સોમનાથ માં કાયૅકમો


સોમનાથ, 7 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથમાં આગામી ત્રણ દિવસ વિશેષ કાર્યક્રમો યોજાશે. મહમદ ગજનવી દ્વારા ધ્વસ્ત કરાયેલા સોમનાથ મંદિરને અતુટ આસ્થાને 1 હજાર વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમો 8, 9 અને 10 તારીખ સોમનાથ મંદિર પરિસરમાં અખંડ ૐ કાર નામના જાપ કરાશે અને આગામી 10 તરીકે સાંજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવશે.

સોમનાથમાં રાત્રિ રોકાણ કરશે અને ત્યાર બાદ વહેલી સવારે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે. પૂજા અર્ચના બાદ ટ્રસ્ટની બેઠક યોજાશે,

108 અશ્વો સાથે શંખ સર્કલ થી હમીરજી સર્કલ સુધી શૌર્ય યાત્રાનુ આયોજન કરાશે. જે અંદાજે બે કિલો મીટર લાંબી હશે અને ત્યાર બાદ દેશ ભરના લોકોને સોમનાથ અને સોમનાથ સાથે જોડાયેલા આસ્થાનો સંદેશ આપશે. જેમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી જનમેદની ઉમટી પડશે

જ્યારે આ ત્રણ દિવસના કાર્યક્રમમાં ગુજરાતના ચાર અલગ અલગ મહાનગરો માંથી ટ્રેન સોમનાથ આવશે. જેમાં સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદનો સમાવેશ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande