માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વાહન ચેકીંગ.
પોરબંદર, 07 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026 ની ઉજવણી અંતર્ગત પોરબંદર જીલ્લાના જુદા જુદા માર્ગો પર પસાર થતા વાહનોનું ટ્રાફિક પોલીસ દ્રારા ચેકિંગ કરી જે વાહનોમાં રડીયમ પટ્ટા ન હોય તેવા વાહનોને રોકી રેડીયમ પટ્ટા લગાવવાની કામગીરી ક
માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વાહન ચેકીંગ.


પોરબંદર, 07 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026 ની ઉજવણી અંતર્ગત પોરબંદર જીલ્લાના જુદા જુદા માર્ગો પર પસાર થતા વાહનોનું ટ્રાફિક પોલીસ દ્રારા ચેકિંગ કરી જે વાહનોમાં રડીયમ પટ્ટા ન હોય તેવા વાહનોને રોકી રેડીયમ પટ્ટા લગાવવાની કામગીરી કરવામા આવી હતી તેમજ વાહનચાલકોને સમજ કરવામાં આવેલ હતી કે રાત્રીના સમયે આપના વાહનોમાં રેડીયમ પટ્ટા ન હોય તો ગંભીર કે જીવલેણ અકસ્માત સર્જાવાની સંભાવના રહેલી છે અને ભૂતકાળમાં રાત્રી દરમિયાન આ પ્રકારના અકસ્માતો થયેલાના ઉદાહરણો આપી જાગૃતિ અર્થ માહિતી આપવામાં આવેલ હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande