'વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' ને ગ્રામીણ શ્રમિકો અને ખેડૂતો માટે એક ઐતિહાસિક પગલું: કુંવરજી બાવળિયા
- પોરબંદર જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. પોરબંદર, 07 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. આ તકે ત
પોરબંદર જિલ્લા પ્રભારી મંત્રી  કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.


પોરબંદર જિલ્લા પ્રભારી મંત્રી  કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.


પોરબંદર જિલ્લા પ્રભારી મંત્રી  કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.


- પોરબંદર જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

પોરબંદર, 07 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. આ તકે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં અમલી બનાવાયેલ 'વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' - VB-GRAM G ACT, 2025 ને ગ્રામીણ શ્રમિકો અને ખેડૂતો માટે એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તૈયાર કરાયેલ આ નવો અધિનિયમ છેવાડાના માનવીને આર્થિક સુરક્ષા આપવાની સાથે ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ પ્રદાન કરશે.

મંત્રીએ આ નવા કાયદાની વિશેષતાઓ વર્ણવતા કહ્યું હતું કે, હવે ગ્રામીણ શ્રમિકોને વર્ષમાં 100 દિવસના બદલે 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે. આ ઉપરાંત, બેરોજગારી ભથ્થાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે, જેથી જો કામ માંગ્યા પછી રોજગાર ન મળે, તો શ્રમિકને આપોઆપ ભથ્થું મેળવવાનો અધિકાર રહેશે. ગ્રામીણ સ્તરે આયોજનની સ્વાયત્તતા આપતા હવે 'વિકસિત ગ્રામ પંચાયત પ્લાન' ગ્રામસભા દ્વારા જ નક્કી કરવામાં આવશે, જેમાં જળ સંરક્ષણ, માળખાગત સુવિધાઓ, આજીવિકા વૃદ્ધિ અને ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટેના કામોને પ્રાધાન્ય અપાશે.

ખાસ કરીને કૃષિ અને શ્રમ વચ્ચે સંતુલન જાળવવા માટે, આ એક્ટમાં જોગવાઈ કરાઈ છે કે ખેતીની સીઝન (વાવણી અને લણણી) દરમિયાન 60 દિવસ માટે આ યોજનાના કામો સ્થગિત રાખી શકાશે, જેથી ખેતીકામમાં મજૂરોની અછત ન સર્જાય. મંત્રીએ ઉમેર્યું હતું કે, વહીવટી ખર્ચની મર્યાદા 6% થી વધારી 9% કરવાથી ફિલ્ડ ઓફિસરોની કામગીરી વધુ સુદ્રઢ બનશે અને યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પારદર્શક રીતે પહોંચશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande